અનુબંધ - 14

  • 1.4k
  • 476

બસમાં ચઢ્યા પછી હું ઋત્વિ સાથે વાતચીત કરવાની તક શોધતો હતો.મારું નાનું અમથું બિચારું દિલ બેબાકળું બની રહ્યું હતું.આ બાજુ દર્પણા,કુંજલિકા વાતોમાં એવા ડૂબેલા હતા કે જાણે તેઓની સાથે હું છું એવો તેમણે આભાસ પણ નહોતો.પણ હું કંઇ હાર માનું એમ નહતો.મેં પણ ઠાણી લીધું હતું કે,હું મારો ઉદ્દેશ્ય જરૂરથી પૂરો કરીને જ રહીશ,અને મેં ચપટી વગાડતા જ તેનો ઉકેલ પણ શોધી લીધો હતો.હું ધીમેથી ઋત્વિ તરફ સરક્યો.તેના કોમળ,અણીદાર આંગળીઓ સાથે રમવા મેં જરા મારો હાથ લાંબો કર્યો ત્યાં તો દર્પણાના મોંમાથી ભા...નીકળીને.... ભી ....શબ્દ બિચારીએ મારી સામે આંખ મેળવતા પરાણે ગળી જવો પડ્યો ...જાણે કોઈ કડવી દવા ન પીવડાવી