ફોટોફ્રેમ

  • 2.1k
  • 780

તે ભાવનગર રહેતી હતી અને હું અમદાવાદ. એક મિત્રના લગ્નમાં મળ્યા હતા. બહુ મસ્તી કરી, ફોટા પડાવ્યા. મિત્રએ વોટસેપ પર ગ્રૂપ બનાવી ફોટા શેર કર્યા. ગ્રૂપમાં ફોટા અંગે અને લગ્નમાં કરેલી મજા-મસ્તી અંગે મેસેજથી વાર્તાલાપ થયો. તેણીના ફોટા મેં જોયા, એણે મારા જોયા હશે. ત્રણ દિવસ બાદ તેનો મેસેજ આવ્યો. તેણે પોતાની ઓળખાણ આપી. મેં મારો પરિચય આપ્યો. પછી અમે રોજ સમય મળે ચેટિંગ કરતાં. રોજ સવાર ગુડ મોર્નિંગના મેસેજ મોકલવાનો દોર ચાલુ થયો. ગમે એવી રસપ્રદ વાત કેમ ન હોય રાત્રે અગિયાર વાગ્યાથી વધારે મોડા સુધી તે વાત ન કરતી. અમે મિત્રો બન્યા. તહેવારો આવ્યા, પરીક્ષાઓ આવી અને બદલાઈ