સનાતન પરંપરાઓ… મંદિર

  • 788
  • 1
  • 272

સનાતન પરંપરાઓ…… મંદિર ————————————मन्दिरे स्थितासु मूर्तिषु ईश्वरः निवसति इति कथ्यते अतः मन्दिरस्य दर्शनं करणीयम् ।ભારતમાં મંદિર-સ્થાપત્યની ઘણી દીર્ઘ પરંપરા છે. આ હજારો વર્ષ જૂની પરંપરા અદ્યાપિ પર્યંત અવિચ્છિન્નપણે ચાલુ રહી છે અને તેના પ્રમાણરૂપે સેંકડો પ્રાચીન-અર્વાચીન મંદિરો, દેશના બધા ભાગોમાં, ગામેગામ અને શહેરેશહેરમાં ઊભાં છે.ભારતીય મંદિરની પ્રાચીનતા અંગે ભારે મતભેદો પ્રવર્તે છે. કેટલાક વિદ્વાનો એને ગ્રીક અને ઘણું કરીને ચૈત્યમંદિરના બૌદ્ધ નમૂનાને આધારે ઉદગમ પામેલું હોવાનું ગણાવે છે. એમનું માનવું છે કે ઈ. પૂર્વેનાં મંદિરોના અવશેષો મળતા નથી, જ્યારે એ પૂર્વેના ખડકોમાંથી કોરેલાં બૌદ્ધ ચૈત્યમંદિરોના અવશેષો પ્રાપ્ત થાય છે. કેટલાંક આરંભિક મંદિરો એ ચૈત્ય મંદિરોને મળતાં આવે છે તે પરથી