પ્રકૃતિ વિહાર

  • 826
  • 302

સુખ, શાંતિ અને સંવાદનો ત્રિવેણી સંગમ વચ્ચે "પ્રકૃતિવિહાર". માણસ જીવનમાં શું ઈચ્છે છે?? સુખ, શાંતિ અને સાચો સંગાથ, જેની સાથે મન ભરીને સંવાદ કરી શકે. આ ત્રણેય "સાચું" અને "નકલી" બંને હોઈ શકે. સ્થૂળ વસ્તુમાંથી જો તમને મળતું હોય તો, તે સુખ નાશવંત અને ક્ષણિક. જ્યારે સૂક્ષ્મ અને શાશ્વત વસ્તુમાંથી મળતું હોય તો, તે ચિરંજીવી અને સાચું .કોઈ આપણને પૂછે કે કેમ છો? તો તરત કહી દઈએ છે, બસ શાંતિ. પણ ભીતર શાંતિ કેટલી છે, તે આપણી જાત કરતાં વધુ કોને ખબર હોય!! "નિતાંત શાંતિ" જેની હર એકને જરૂર અને હર એકની શોધ છે. તે પ્રકૃતિની સમીપે જ મળી શકે.