લવ યુ સ્વીટુ

  • 2.2k
  • 1.2k

રાત નો સમય હતો. ચંદ્ર પણ પોતાનો અડધો સફર પુરૂ કરીને  બરાબર વચ્ચે આવી ગયો હતો. તે પોતાની ચાંદની ચારે તરફ પ્રસરાવતો હતો. શિયાળો સમાપ્ત થવાનો હતો. એટલે ચંદ્ર ની એ શીતળતા માં એકલા બેસવાની મજા જ કંઇક અલગ હોય છે. એ મજા માણવા વાળા લોકોની જેમ જ સ્વીટુ પણ બાલ્કનીમાં એ ચંદ્રની શીતળતામાં ઘણી વાર બેસી રેહતી. આજે પણ  સીમા(સ્વીટુ) ત્યાંજ બેઠી હતી.           ઠંડો ઠંડો પવન એના ખુલા વાળ ને ઉડાડતા હતા. એના વાળ વારંવાર એના ગોરા ગોરા ગાલ પર ઉડીને આવતા હતા. એ વાળો ને પોતાના હાથ થી ફરી પાછા મોકલી દેતી. એના આંખો માં આંસુ હતા