બીજી સાંજે અહમ ગાડી લઈને લલ્લુકાકાના પરિવારને લેવા માટે આવી પહોંચ્યો. પોતાની ઘડિયાર પહેરતા નિરવ બાલ્કનીમાંથી ડોકાયો. નીચે ગાડી આવીને ઉભી રહી અને અહમ બહાર આવ્યો. તેણે ઉપર નીરવ તરફ જોયું, તો તે ઘડિયાર પહેરી પોતાના શર્ટની કોલર સરખી કરતા અંદર જઈ માનલીને સાદ કરવા લાગ્યો, "અરે જલ્દી! કેટલી વાર છે હવે? ક્યારનો કહું છું કે મોડું થાય છે. પણ કોઈ દિવસ સમયસર તૈય્યાર જ નથી થતીને."તો રૂમમાં પોતાના દીકરાને તૈય્યાર કરી રહેલી મનાલી બોલી, "હું તો ક્યારની તૈય્યાર થઈ ગઈ છું. આ યેશુને તૈયાર કરું છું."એટલામાં નાનકડો યેશુ પણ પૂછવા લાગ્યો, "મમ્મી, આપણે ક્યાં જવાનું છે?""આપણે અંકલના ઘરે જવાનું