નો ગર્લ્સ અલાઉડ - ભાગ 39

  • 2.4k
  • 1
  • 1.5k

થોડાક દિવસો પસાર થતાં જ કાવ્યા એ અનન્યાને ઘરમાં ડિનર માટેનું આમંત્રણ આપ્યું. અનન્યા કોઈ પ્રકારની આપત્તિ વિના આદિત્યના ઘરે પહોંચી ગઇ. ઘરમાં પાર્વતીબેન, કાવ્યા અને આદિત્ય જ હતો. ડિનર કરતા કરતાં અનન્યા એ વાનગીઓની તારીફ કરતા કહ્યું. " આંટી... તમે કાજુકરીનું શાક મસ્ત બનાવ્યું છે.. આઈ લવ ઇટ..." " મારી મોમ તો છે જ મેજિકલ!, અરે,v અનન્યા તારે કાજુ કરીનું શાક શીખવું હોય તો આવી જજે, મારી મોમ શીખવાડી દેશે..હેને મમ્મી...?" " હા...હા કેમ નહિ..તું પણ મારી દિક...." પાર્વતીબેન એટલું કહે ત્યાં જ કાવ્યા એ ખોખારો ખાઈને પાર્વતીબેનને આગળ બોલતા રોક્યા. " અનન્યા રોટલી લે..." વાત ફેરવતા પાર્વતીબેને કહ્યું.