સપનાનાં વાવેતર પ્રકરણ 49 અનિકેત અને પ્રશાંતભાઈ બપોરે બે કલાક આરામ કરીને સાંજના ટાઈમે ઋષિકેશમાં લટાર મારવા ગયા. સાંજે ગંગા આરતીનાં દર્શન પણ કર્યાં. પ્રશાંતભાઈ તો પહેલીવાર ઋષિકેશ આવ્યા હતા. એમને ઋષિકેશ અને ઋષિકેશનું વાતાવરણ બહુ જ ગમી ગયું. પાણીથી ભરપૂર ગંગાને વહેતી જોવી એ પણ એક લહાવો હતો. બીજા દિવસે સવારે ટેક્સી કરીને દેહરાદુન જવાનો પ્લાન કર્યો હતો અને ત્યાંથી મુંબઈનું સીધું ફ્લાઇટ પકડવાનું હતું. બંનેએ રાત્રે ૯ વાગે રેસ્ટોરન્ટમાં જમી લીધું અને પછી પ્રશાંતભાઈએ ઘરે પપ્પા સાથે વાત પણ કરી લીધી. વહેલી સવારે ચાર વાગે અનિકેત અચાનક જાગી ગયો. એણે અનુભવ્યું કે પોતાના રૂમમાં કોઈક છે. આ જ