સવાઈ માતા - ભાગ 55

  • 2.2k
  • 1
  • 926

સર્જક : અલ્પા ભટ્ટ પુરોહિત, વડોદરાલેખન તારીખ :04-03-2024સુશીલાએ સાંજે મેઘાની પ્રેમભરી તાણથી થોડું વધારે જ ભોજન લઈ લીધું. મેઘા તેને શામળની વહુ, સ્નેહા જેવી લાગણીથી ભરેલી લાગી. તેની આંખો ભીની થઈ ગઈ. મેઘાની ચકોર નજરે તે અછતું ન રહ્યું. તે બોલી, "માસી, રડો કાં? જુઓ હવે તો હાથમાંથી સોય પણ નીકળી ગઈ. તમને ડૉક્ટરે આંટા મારવાની છૂટ આપી છે. ચાલો, બહાર આપણી સંસ્થાનાં બાગમાં. ઘણીય બહેનો અને બાળકો મળશે. થોડો મનફેર થશે."સુશીલા આંખો લૂછતાં બોલી, "બુન, તનં જોઈનં મન મારી વઉ યાદ આવી ગઈ. કુણ જાણે, કિયા ભવનો બદલો મયલો કે ભગવાને ઈંનો વિયોગ આટલી જલ્દી કરાઈ દીધો."મેઘા થોડી ગંભીર