સવાઈ માતા - ભાગ 54

  • 2k
  • 962

લેખન તારીખ : ૧૭-૦૨-૨૪જ્યાં સુધી સુશીલા અને વીસળ મજૂરી કરતાં ત્યાં સુધી તેમને અવારનવાર સવલી મળતી રહેતી. તે બધાં એક જ કોન્ટ્રાક્ટર સાથે સંકળાયેલાં હતાં. પણ સુશીલાનાં બાળકો, ખાસ કરીને શામળ સારી રીતે ભણી જતાં તેમનાં રહેઠાણ અને કામકાજ નોખાં થઈ ગયાં હતાં. તોય સુશીલા વાર-તહેવારે સવલી અને તેના પરિવારને મળી આવતી. રમીલા સિવાયના સવલીનાં બાળકો હજી સારી તક પામ્યા ન હતાં તેનો સુશીલાને મારે રંજ રહેતો. તે મેવાને ઘણીવાર કહેતી કે થોડું ભણીને શામળની જેમ કામે લાગે પણ મેવાને ગલી-મહોલ્લાના નાકે પાન-બીડીની લારી ઉપર વધુ ફાવટ હતી. તે દા'ડીએ જાય તે દિવસે તો સાવ રાજાપાઠમાં રહેતો. આવેલ રકમમાંથી સમોસા,