ડાયરી - સીઝન ૨ - મૂલ્યવાન શ્રદ્ધાંજલિ

  • 1.2k
  • 392

શીર્ષક : મૂલ્યવાન શ્રદ્ધાંજલિ લેખક : કમલેશ જોષી એક પરિચિતની સળગતી ચિતાથી થોડે દૂર અમે સૌ મિત્રો બેઠા હતા ત્યાં અમારા સોશિયલ ઓબ્ઝર્વર મિત્રે ગંભીર સ્વરે કહ્યું, "હાથી જીવે તો લાખનો અને મરે પછી સવા લાખનો એ કહેવત મુજબ માણસની જો વાત કરીએ તો માણસ જીવે ત્યાં સુધી બે કોડીનો અને મરે પછી લાખોનો એવું લાગ્યા વિના રહેતું નથી." અમે સૌ પ્રશ્નાર્થ નજરે એની સામે તાકી રહ્યા એટલે એણે થોડી વધુ છણાવટ કરતાં કહ્યું, “તમને અત્યાર સુધીમાં એવું અનેક પરિચિતોએ કહ્યું હશે અથવા અહેસાસ કરાવ્યો હશે કે ‘યુ આર નથીંગ’ અથવા ‘તમારામાં કંઈ દમ નથી’ અથવા ‘યુ આર રોંગ’ અથવા