આપઘાતના વિચારો આવે ત્યારે...

  • 2.1k
  • 708

ધંધામાં મોટી ખોટ આવે, પરીક્ષામાં કે નોકરીમાં નિષ્ફળતા મળે, નજીકની વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે મનુષ્યો દુઃખના માર્યા આપઘાત કરવાનું વિચારે છે. પરમ પૂજ્ય દાદા ભગવાન હંમેશા કહેતા કે “મનુષ્ય છે તે તેને માથે દુઃખ તો આવે, પણ તે માટે કંઈ આપઘાત કરાય? આપઘાતના ફળ બહુ કડવા છે.” આજકાલ ભણેલા ગણેલા યુવાનો ‘મારી ગર્લફ્રેન્ડે કે મારા બોયફ્રેન્ડે મને દગો દીધો, બીજા સાથે ફરે છે’ કહીને આઘાતમાં, ડિપ્રેશનમાં આવી જાય છે, અને મરી જવાનું વિચારે છે. જીવન એટલું સસ્તું છે કે કોઈ વ્યક્તિ માટે વેડફી દેવાય? એ સમયે ઊલટું પોઝિટીવ લેવું કે સારું છે લગ્ન પહેલા ખબર પડી, લગ્ન પછી બીજા સાથે