રોજ સવાર માં ૬ વાગ્યે બધા વોકિંગ ગાર્ડન માં ભેગા થાય...રોજ થોડું ડગમગ ડગ મગા ચાલે અને રોજ સરગવાનું સૂપ પીવે... આ બધુ હું રોજ જોતી.. હું પેહલા દીવસ ચાલવા ગઈ ત્યારે આ લોકો ૭ વાગ્યે ટોળાં માં બેઠા હતા અને તે દીવસ તો મે એમને નોટ ના કર્યા... જેમ જેમ હું રોજ ચાલવા જતી એમ એમ એ લોકો ના ચહરા યાદ રેહવા લાગ્યા, ટોટલ કેટલા ડોસા હતા એ ભી યાદ રેહવા લાગ્યા, એ લોકો શું શું વાતો કરે છે, કયું માણસ ક્યાં કપડાં વારંવાર પહરે છે, કોનું ઘર ક્યાં છે એ બધુ જ ધીમે ધીમે મને ખબર પાડવા લાગી.