આર્ટિકલ 370

(15)
  • 2.8k
  • 1
  • 1.1k

આર્ટિકલ 370- રાકેશ ઠક્કર ફિલ્મ ‘આર્ટિકલ 370’ રાષ્ટ્રીય ભાવના જગાવવા સાથે કલમ 370 હટાવવાની જરૂરરિયાત પર ભાર મૂકે છે. નિર્દેશક આદિત્ય જાંભલેની ‘આર્ટિકલ 370’ ને એક રાજકીય મુદ્દા પ્રેરિત ફિલ્મ તરીકે ઓળખવામાં આવી હતી. એક ફિલ્મ તરીકે ‘આર્ટિકલ 370’ ક્યાંય નિરાશ કરતી નથી. ‘ઉરી’ ના નિર્માતાઓએ ફરી કમાલ કર્યો છે. એને એક્શન- સસ્પેન્સ- થ્રીલર તરીકે પણ બનાવી છે.કલમ 370 હટાવવામાં આવી હતી એ વાતથી બધા જ માહિતગાર છે પણ એ કલમ હટાવતા પહેલાં કેવી તૈયારીઓ થઈ હતી એ બધું જ ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે. આખી વાર્તા વડાપ્રધાનના કાર્યાલયના એક સિક્રેટ નિર્ણય પર આધારિત છે. જમ્મુ-કાશ્મીરના સંવિધાનની તપાસ કરી અને ખામીઓને