હું અને અમે - પ્રકરણ 30

  • 1.2k
  • 444

આજે અવનીને મન થયું કે પોતાના હાથે કૈંક બનાવે. આમેય મુંબઈથી આવ્યા ત્યારથી અવનીએ માત્ર પહેલા દિવસે સાંજે જ રાંધેલું. એ પછી તો મોહન જ પોતાના હાથની રસોઈ જમાડતો. રજાનો દિવસ હતો અને શ્વેતા તેઓના હાલચાલ પૂછવા માટે આવેલી. અવનીએ બાલ્કનીમાંથી નીચે જોયું તો ભાઈ અને શ્વેતા બંને નીચે ગાર્ડનમાં ઝૂલા પર બેસીને વાતો કરતા હતા. તેને યાદ આવ્યું, ભાઈને સાંજના સમયે ઝૂલા પર બેસીને કોફી પીવી કે પછી કોઈ હળવો નાસ્તો કરવો ખુબ ગમે છે. તે ફટાફટ નીચે ગઈ અને મોહન સાથે મળીને ઘણા સમય પછી પોતાના હાથનો નાસ્તો ભાઈને કરાવવા તડામાર કરવા લાગી.મોહન તેને વારે વારે કહેતો, "હળું,