આંગળિયાત - સમીક્ષા

  • 8k
  • 2
  • 2.9k

પુસ્તકનું નામ:- આંગળિયાત સમીક્ષક:- ડૉ. રંજન જોષી   લેખક પરિચય:- જોસેફ મેકવાનનો જન્મ ૯ ઓક્ટોબર ૧૯૩૬ના રોજ ખેડાના તરણોલ ‍‍(હાલમાં આણંદ તાલુકો) ગામમાં થયો હતો. જીવનના અસંખ્ય અનુભવો અને જ્ઞાતિપ્રથા આધારીત સ્વઃનજરે નિહાળેલ અત્યાચારોને તેમણે પોતાના લખાણોમાં વાચા આપી અને અસલ ચરોતરી ભાષામાં ગામડાના અછુત અને પછાત જ્ઞાતિસમાજની વિતકકથાઓને એક માધ્યમ પુરુ પાડ્યુ છે. ચરોતરી અને દલિત સમાજની જેવી બોલાય છે, તેવી જ બળૂકી અને તળપદી ભાષાનો સચોટ પ્રયોગ, વિપુલ લેખન, સનસનાટીભરી ઘટનાઓ, અને આંચકો આપે તેવા આદર્શવાદી સંતપાત્રોની સાથે સામા છેડાના શેતાન શાં ચરિત્રોની સંમિશ્ર મિલાવટ, તેમની ઘણી રચનાઓ કથારૂપે આત્મકથાનાત્મક છે. આંગળિયાત, લક્ષ્મણની, અગ્નિપરીક્ષા, મારી પરણેતર, મનખાની મિરાત,