શીર્ષક : લવ એલિમેન્ટ લેખક : કમલેશ જોષી “કોઈ પણ જાતનો વ્યવહારિક સંબંધ ન હોય એવા યુવક અને યુવતી જો એકબીજા સામે, નોર્મલ કરતા વધુ ક્ષણો સુધી, નોર્મલ નહિ પણ સ્પેશ્યલ નજરે, અપલક, ત્રાટક રચી બેસે અને અંતમાં ગૂઢ પણ મીનિંગફૂલ સ્માઈલ એક બીજાને આપે એને કહેવાય પ્રેમ, યુ નો.. ઇટ્સ લવ." અમારો રસિક મિત્ર ક્યારેક એવી ગહન વાત કરી નાખતો કે અમારે "કંઈ સમજ્યા નહિ, ફરીથી કહે તો!" એવા ભાવ સાથે એની સામે તાકી રહેવું પડતું."એને લવ નહી લફડું કહેવાય." અમારો ગંભીર મિત્ર હંમેશા આવી બાબતો પ્રત્યે વિરોધપક્ષમાં રહેતો. મિત્રો, એકવાર તમે આંખો બંધ કરી તમારી આંખોએ પહેલી વખત