પ્રેમ સમાધિ - પ્રકરણ-47

(22)
  • 2.8k
  • 3
  • 1.7k

પ્રેમસમાધિ પ્રકરણ-47 વિજય ટંડેલ અને નારણ ટંડેલ દમણથી સુરત-ડુમ્મસ આવવા નીકળ્યાં હતાં રસ્તામાં વાતો કરી રહેલાં. એમનાં ઉપર હજી કોણ હુમલા કરી રહેલું એ ખબર તો પડી ગયેલી પણ કેમ ? બ્રાહ્મણની વાતો કરી વિજય થોડો લાગણીવશ થયેલો એણે પૂછ્યું કે “પેલા મધુ ટંડેલને આ શંકરનાથ ઉપર આટલી દાઝ કેમ છે ? શા માટે આટલો એમનાં ઉપર ભૂરાયો થયો છે ?” ત્યાં નારણ ટંડેલનાં ફોન પર રીંગ વાગી બંધ થઇ ગઇ. વિજયે કહ્યું “તું ડ્રાઇવ કર હું જોઊં છું કોનો ફોન છે લાવ તારો મોબાઇલ...” નારણે મોબાઇલ આપતાં કહ્યું “જોને કોણ છે ? આમ મીસ કોલ કેમ કરે છે ?