ભૂતખાનું - ભાગ 15

  • 1.9k
  • 986

( પ્રકરણ : ૧૫ ) જેકસનના મોબાઈલ ફોનની ટોર્ચ પળ બે પળ માટે જ બંધ થઈ ને રૂમમાં અંધારું છવાયું, અને પછી પાછું અજવાળુ થયું. અને બસ, આટલી વારમાં તો તેનાથી ત્રણેક પગલાં દૂર-સામેની દીવાલ પાસે ઊભેલી સ્વીટી ગાયબ થઈ ગઈ હતી ! ‘આમ પળ બે પળમાં સ્વીટી કયાં અદૃશ્ય થઈ ગઈ ?’ એવા સવાલ સાથે જેકસન મોબાઈલ ટોર્ચના અજવાળામાં સ્વીટીને શોધી રહ્યો હતો, એવામાં જ છત પરથી તેના હાથ પર લોહીના ટીપાં આવી પડયાં હતાં. લોહીના ટીપાં જોઈને જેકસન હાથમાંની ટોર્ચનું અજવાળું છત તરફ રેલાવતાં, છત તરફ જોવા ગયો હતો, ત્યાં જ.., ...ત્યાં જ છત પર ઊંધા માથે-ચામાચિડીયાની જેમ