ફરેબ - ભાગ 7

(18)
  • 2.7k
  • 1
  • 1.9k

( પ્રકરણ : 7 ) અભિનવ અને કશીશ, બન્ને પતિ-પત્ની અત્યારે પલંગ પર બાજુ-બાજુમાં સૂતા હતા. બન્ને અત્યારે એકબીજા સામે પ્રેમભરી નજરે જોઈ રહ્યાં હતાં, પણ બન્નેના દિલમાં તો એકબીજા માટે દગાબાજી હતી-ફરેબ હતો ! ! અભિનવે કશીશનું ખૂન કરવાની બાજી ગોઠવી હતી, તો કશીશે અભિનવને મોતને ઘાટ ઉતારી દેવાનો પેંતરો રચ્યો હતો. અને બન્નેએ ખૂની તરીકે નિશાંતને પસંદ કર્યો હતો ! અભિનવે એક કરોડ રૂપિયાના બદલામાં નિશાંતને કશીશને ખતમ કરવા માટે તૈયાર કર્યો હતો, અને કશીશે પ્રેમના જોરે નિશાંતને અભિનવનું ખૂન કરવા રાજી કર્યો હતો ! નિશાંતે અભિનવ અને કશીશ બન્નેને વાયદો કર્યો હતો કે, ‘‘તે કાલે રવિવારની રાતે