એક અનોખી સાહસ યાત્રા - 1. શિક્ષકની પ્રેરણા

  • 4.3k
  • 1.8k

એક નાનકડો બાળક જેનું નામ ભોલુ. ખૂબ જ તોફાની અને હોશિયાર પણ ખરો. ભણવું તો એને ગમે નહી પણ નવું નવું જાણવાનો એને બહુ જ શોખ. નિશાળમાંથી લેશન આપે તો તો એના મોતિયા જ મરી જાય. મમ્મી લેશન કરવાનું કહે ત્યારે તો એનું મોઢું રડું રડું થાય. મમ્મીને એનું આવું મો જોઇને દયા આવી જાય. મમ્મી વિચારે આ ભોલુ જો ભણશે નહી તો એનું શું થશે? પણ મમ્મીને એ ખબર નહોતી કે એને ખાલી લખવું જ નથી ગમતું બાકી એ હતો તો એકદમ હોશિયાર. નિશાળમાં કોઈ પણ શિક્ષક ભણાવતા હોય ત્યારે એનું ધ્યાન એકચિત્તે ભણવામાં જ હોય. બીજા બાળકોને તો