સપનાનાં વાવેતર - 44

(37)
  • 4.1k
  • 1
  • 2.8k

સપનાનાં વાવેતર પ્રકરણ 44બીજા દિવસે અનિકેત કૃતિને પોતાની સાથે લઈ ગયો. એણે એને ઓફિસ પણ બતાવી દીધી અને પછી બાંદ્રામાં રિબેલો રોડ ઉપર ઓશન વ્યુ સ્કીમ ઉપર કૃતિને લઈ ગયો. કૃતિ તો આ લોકેશન અને ફ્લેટ જોઈને ગાંડી જ થઈ ગઈ. એકદમ સમૃદ્ધ એરિયા હતો અને ચોથા માળ પછી તો દૂર દૂર દરિયાનાં દર્શન પણ થતાં હતાં. ફ્લેટમાં હવા ઉજાસ પણ ઘણાં સારાં હતાં. એ પછી અનિકેતે કૃતિને મિલેનિયમ કોમ્પ્લેક્સ પણ બતાવ્યું જ્યાં એણે શ્રુતિ માટે શોરૂમ લેવાનું નક્કી કર્યું હતું."આ એકદમ પ્રાઈમ લોકેશન છે કૃતિ અને અહીં શ્રુતિની કદર થશે. અહીં કોઈ પૈસા માટે પૂછતું જ નથી. તમે જે