વશિષ્ટ ગામે અનન્યાની ગાડી પહોંચી ગઈ. આ નાનકડા ગામમાં અનેકો ગરમ પાણીના ઝરણાં જોવા મળ્યા. કુદરતના રંગઢંગમાં રંગાતી અનન્યા નજદીકના એક ચાની ટપરી પર પહોંચી. ત્યાં થોડીવાર આરામ કર્યો અને ગરમ ચાનો આનંદ પણ માણ્યો. " અહીંયા એકલી આવી તો ગઈ છું પણ એકલી એન્જોય કરું કઈ રીતે?" તેણે આસપાસ નજર કરતા વિચાર કર્યો. ક્યાં જવું ને ક્યા રોકાવું એને કોઈ ખ્યાલ નહતો આવી રહ્યો. ત્યારે જ સામેની ટેબલ પર બેસેલા બે વડીલોના મુખે સાંભળવા મળ્યું કે અહીંયા નજદીક જ એક સરસ મંદિર આવેલું છે જે ખરેખર એકવાર જોવા જેવું છે. અનન્યા એ પણ એ મંદિર તરફ જવાનું નક્કી કર્યું.