સપનાનાં વાવેતર - 43

(46)
  • 3.4k
  • 3
  • 2k

સપનાનાં વાવેતર પ્રકરણ 43સવારે છ વાગ્યે જ પોલીસની વાન સાયરન વગાડતી આવી એટલે સુનિલ રહેતો હતો એ આખી સોસાયટીના લોકો જાગી ગયા અને ગેલેરીમાં આવીને કે વિન્ડો પાસે ઊભા રહીને નીચે જોવા લાગ્યા કે પોલીસ કોના ઘરે આવી છે ! આ બધા દ્રષ્ટાઓમાં અશોક બારોટ પણ હતો જે ડ્રગ્સના ધંધા સાથે સીધો જોડાયેલો હતો. આવા લોકો પૈસા ગમે એટલા કમાતા હોય છતાં હમેશાં ભયમાં જ જીવતા હોય છે. પોલીસ કોના ઘરે આવી હશે ? એ ટેન્શનમાં આવી ગયો. એણે જોયું કે જે ફ્લેટમાં સુનિલ શાહ રહેતો હતો એ જ બ્લોકમાં પોલીસ ઉપર ચડી રહી હતી. હવે અશોકને ગભરામણ થવા લાગી.