પ્રેમ, સેકસ અને આત્મીયતાની કેટલીક વાતો - 6

  • 2.5k
  • 1.2k

રાજા આદિત્યવર્ય ઉત્તુંગ રાજ્ય પર રાજ કરતો હતો.. હમેશા રાજ્ય ના વિસ્તાર અર્થે અલગ અલગ રાજાઓ સાથે સંધિ મિત્રતા તેમ જ યુદ્ધ કરી ને પોતાના રાજ્ય નો વિસ્તાર કરતો.. પરાક્રમી, સાહસી ,નીડર અને મહત્વકાંક્ષી વ્યક્તિત્વ ધરાવતો આ રાજા પ્રજાપાલક પણ હતો.. એક રાત્રે રાજા ના સ્વપ્ન માં એક વિચિત્ર જગ્યા દેખાઈ જે એમના રાજયથી 3 ગામ દૂર હતી. ત્યાં જમીન ની અંદર એને એક ઘણો પ્રાચીન અને મોટો સુવર્ણ કુંભ દેખાયો.. અને સ્વપ્ન માં એને એક સૌમ્ય અવાજ સંભળાયો.... " હે રાજા, આ સુવર્ણકુંભ તારા પૂર્વજો એ આ જગ્યાએ મુક્યો હતો.. અને હવે આને બહાર કાઢવાનો સમય આવી ગયો છે..