નારદ પુરાણ - ભાગ 9

  • 876
  • 2
  • 312

શ્રી સનકે કહ્યું, “સગરના કુળમાં ભગીરથ નામનો રાજા થઇ ગયો/ જે સાતે દ્વીપો અને સમુદ્રો સહિત આ પૃથ્વી ઉપર શાસન કરતો હતો. તે ધર્મમાં તત્પર. સત્ય વચન બોલનાર, પ્રતાપી, કામદેવ જેવો સુંદર, અતિ પરાક્રમી, દયાળુ અને સદગુણોનો ભંડાર હતો. તેની ખ્યાતી સાંભળી એક દિવસ સાક્ષાત ધર્મરાજ તેનાં દર્શન કરવા માટે આવ્યા.         રાજા ભગીરથે ધર્મરાજનું શાસ્ત્રીય વિધિથી પૂજન કર્યું, તેથી પ્રસન્ન થઈને ધર્મરાજે ભગીરથનાં વખાણ કર્યાં.         વિનમ્ર ભગીરથે હાથ જોડીને કહ્યું, “હે ભગવન, આપ સર્વ ધર્મોના જ્ઞાતા છો. આપ સમદર્શી પણ છો. તેથી આપ મને કૃપા કરીને કહો કે કેટલા પ્રકારના ધર્મ કહેવામાં આવ્યા છે? ધર્માત્મા પુરુષોના કયા લોક