નારદે કહ્યું, “હે સનક, જો હું આપની કૃપાને પાત્ર હોઉં તો ભગવાન વિષ્ણુના ચરણોના અગ્રભાગથી ઉત્પન્ન થયેલી ગંગાની ઉત્પત્તિની કથા મને કહો.” સનકે કહ્યું, “હે નિષ્પાપ નારદ! આપને જે કથા કહું છું તે ધ્યાનથી સાંભળો. કશ્યપ નામના એક પ્રસિદ્ધ ઋષિ થઇ ગયા. તેઓ જ ઇન્દ્ર આદિ દેવતાઓના જનક છે. દક્ષની પુત્રીઓ દિતિ અને અદિતિ-આ બંને તેમની પત્નીઓ છે. અદિતિ દેવતાઓની માતા છે અને દિતિ દૈત્યોની જનની છે. તેઓ હંમેશાં એકબીજાને જીતવાની ઈચ્છા રાખે છે. દિતિનો પુત્ર આદિદૈત્ય હિરણ્યકશિપુ મહાબળવાન હતો. તેમનો પુત્ર પ્રહલાદ હતો. દૈત્યોમાં તે એક મહાન સંત હતા. પ્રહલાદનો પુત્ર વિરોચન થયો. તે બ્રાહ્મણોનો ભક્ત હતો. વિરોચનનો