નારદ પુરાણ - ભાગ 5

  • 1.2k
  • 2
  • 494

સનક બોલ્યા, “હે મુનીશ્વર, આ પ્રમાણે રાજા બાહુની બંને રાણીઓ ઔર્વ મુનિના આશ્રમમાં રહીને પ્રતિદિન તેમની સેવા કરતી હતી. આ પ્રમાણે છ મહિના વીતી ગયા પછી મોટી રાણીના મનમાં શોક્યની સમૃદ્ધિ જોઇને પાપી વિચાર ઉત્પન્ન થયો. તેથી તેણે નાની રાણીને ઝેર આપ્યું; પરંતુ નાની રાણી પ્રતિદિન આશ્રમની ભૂમિને લીંપવા અને મુનિની સેવા કરતી હોવાથી, તેથી તેની ઉપર ઝેરની કોઈ અસર ન થઇ.         બીજા ત્રણ મહિના થયે નાની રાણીએ શુભ સમયે ઝેર સાથે જ એક પુત્રને જન્મ આપ્યો. તેજસ્વી મુનિ ઔર્વે વિષના ગર સાથે ઉત્પન્ન થયેલા રાજા બાહુના પુત્રને જોઇને તેનો જાતકર્મ સંસ્કાર કર્યો અને તેની નામ સગર રાખ્યું. માતાના