નારદ પુરાણ - ભાગ 4

  • 1.1k
  • 2
  • 454

નારદજીનો પ્રશ્ન સાંભળીને સનક રાજી થયા અને તેમણે કહ્યું, “હે નારદ, આપ મારી વાત ધ્યાનથી સાંભળો. ઉત્તમ ક્ષેત્રનું વર્ણન શુભ ફળ આપનારું છે. ગંગા અને યમુનાના સંગમને જ મહર્ષિઓ શાસ્ત્રોમાં ઉત્તમ ક્ષેત્ર તથા તીર્થોમાં ઉત્તમ તીર્થ છે એવું જણાવે છે. ગંગાને પરમ પવિત્ર નદી માનવી જોઈએ કારણ કે તે ભગવાન વિષ્ણુના ચરણોમાંથી પ્રગટ થયેલ છે. એવી જ રીતે યમુના પણ સાક્ષાત સૂર્યનાં પુત્રી છે. તે બંનેનો સમાગમ કલ્યાણકારી છે. ગંગા સૌથી પવિત્ર નદી છે અને તેનું સ્મરણ અથવા તેના નામનું ઉચ્ચારણ સુદ્ધાં પાપોને હરી લે છે. તેનું સ્નાન મહાપુણ્યદાયક અને ભગવાન વિષ્ણુનું સારૂપ્ય આપનારું હોય છે. ભગવાન વિષ્ણુના ચરણકમળોથી પ્રગટ