નારદ પુરાણ - ભાગ 1

(23)
  • 9k
  • 7
  • 5k

મહર્ષિ પરાશર અને સત્યવતીના પુત્ર એવા મહર્ષિ કૃષ્ણદ્વૈપાયન વેદ વ્યાસે મૂળરૂપે એક જ વેદ ઋગ્વેદને ચાર ભાગોમાં વહેંચી દીધો. તે ચાર વેદોને નામ આપ્યાં ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ અને તેમને પોતાના શિષ્યો અનુક્રમે પૈલ, જૈમીન. વૈશમ્પાયન અને સુમન્તુમુનિને ભણાવ્યા. વેદોના પ્રચારપ્રસાર આ ચાર શિષ્યોએ કર્યો. વેદોની અંદર રહેલ જ્ઞાન અત્યંત ગુઢ અને શુષ્ક હોવાને લીધે મહર્ષિ વેદ વ્યાસે પાંચમાં વેદ રૂપે અઢાર પુરાણોની રચના કરી. તે પુરાણોનું જ્ઞાન તેમના શિષ્ય રોમહર્ષણને આપ્યું જેમને આપણે મહામુનિ સૂત નામથી પણ ઓળખીએ છીએ. તે અઢાર પુરાણોનાં નામ બ્રહ્મ પુરાણ, પદ્મ પુરાણ, વિષ્ણુ પુરાણ, શિવ પુરાણ (કેટલાક મત મુજબ વાયુ પુરાણ), ભાગવત પુરાણ