તેરી બાતોં મેં એસા ઉલઝા જિયા

  • 2.7k
  • 1.1k

તેરી બાતોં મેં એસા ઉલઝા જિયા- રાકેશ ઠક્કર શાહિદ કપૂર અને કૃતિ સેનનની ફિલ્મ 'તેરી બાતોં મેં એસા ઉલઝા જિયા' ની માણસ અને રોબોટની લવસ્ટોરીવાળી વાર્તા નવી ન હોવાથી દર્શકોને ખાસ પસંદ આવે એવી નથી. આ વિષય પર અગાઉ 'લવસ્ટોરી 2050', હર, એક્સ મશીન અને 'એથીરન' (રોબોટ) જેવી ફિલ્મો આવી ચૂકી છે અને એ પ્રયોગ સફળ રહ્યો ન હતો. આર્યન (શાહિદ) રોબોટ બનાવટી એક કંપનીમાં કામ કરે છે. એનો પરિવાર લગ્ન કરી લેવા આગ્રહ કરે છે. પણ કોઈ છોકરી એની સમજમાં આવતી નથી. આર્યન અમેરિકા જાય છે ત્યારે એની મુલાકાત ‘સિફરા’ (કૃતિ) નામની છોકરી સાથે થાય છે. એને થાય છે