હાસ્ય મંજન - 16 - વિકેટ કીપરનો પ્રેમપત્ર

  • 2.1k
  • 1k

વિકેટ કીપરનો પ્રેમપત્ર   પ્રિય ખીલ્લી..!                              તારું નામ જ એવું અટપટું કે, છુટ્ટા બોલની જેમ બોલવું હોય તો ગળામાં દડો ભેરવાય ગયો હોય એવું લાગે. બોલતાં તો ઠીક લખવા માટે પણ માણસ ભાડે રાખવો પડે. આ નામ તને ફાવે કે નહિ ફાવે, પણ સદાય ‘ખીલખીલાટ’ માં રહેવાની તારી રીત જોઇને આ નામ ઉપર પસંદગી ઉતારી. ગમશે ને, કે પછી એમાંય વાંકુ પડશે..?  રખે એવું માનતી કે ‘ખીલ્લી’ એટલે ખિસકોલી જેવું લાગે. તને તો ખબર છે કે, ખિસકોલી એટલે અહિંસક..૧ શ્રી રામ સુધી પહોંચેલી..! લંકા ઉપર ચઢાઈ કરવા માટે રામ-સેતુ બનાવવાની વાત આવી ત્યારે, ખિસકોલીએ પણ ભોગ આપેલો. ભગવાનશ્રી રામે કદર કરીને THANK