હાસ્ય મંજન - 12 - હાથી ઉપર સવારી કરવાનો સાહસિક પ્રયોગ

  • 1.8k
  • 744

હાથી ઉપર સવારી કરવાનો સાહસિક પ્રયોગ..!                                            ....યુ ડોન્ટ બીલીવ, જીવદયાના અમે એટલાં અભિલાષી કે. જીવને પણ જીવની જેમ સાચવીએ. મારા અને મારા હૃદય વચ્ચે ખાનગીમાં થયેલું આ MOU છે. એટલી સમજ કે, કીડીને પણ જીવ હોય, એટલે કીડી ઉપર સવારી કરવાનું પણ ક્યારેય વિચાર્યું નથી. જો કે. આમ તો થાય જ નહિ પણ આ તો એક વાત..! પૂર્વજો ખેતર વાડી નહિ મૂકી ગયેલાં, પણ ઠાંસી-ઠાંસીને ‘જીવદયા’ ના સંદેશ ભીંતે ભીંતે લખી ગયેલા. ત્યાં સુધી કે, સ્ત્રી અબળા ભલે કહેવાય, પણ એનામાં ય જીવ હોય, તો ખુલ્લા મને જીવદયા રાખવાની, જુલમ નહિ કરવાનો. પછી એ તમારી પત્ની કેમ ના હોય..? ભૂલમાં એકાદ-બે