હાસ્ય મંજન - 8 - પ્રેમ પંથ પાવકની જ્વાળા

  • 1k
  • 378

      પ્રેમ પંથ પાવકની જ્વાળા..!                                                    વરસાદના છાંટણા પડે કે, ધોધમાર વરસાદ તૂટી પડે, એમાં ધરતી ચારેયકોરથી હરિયાળી બની જાય. લીલી ચુંદડી ઓઢી હોય એવી ધરતી લાગે. એમ, ફેબ્રુઆરી બેસે એટલે સુક્કા ભટ્ઠ યુવાનોના હૈયામાં પણ વસંત ભરાવા માંડે. યુવાન પણ ફાટ- ફાટ થવા માંડે. એને કહેવાય 'પ્રેમ પંથ પાવકની જ્વાળા..!'  જો કે, એમાં છેલ્લે જ્વાળા ભડકો લે, એ બે નંબરની વાત છે, બાકી  એકવાર મઝા તો માણી જ લે..! વાહનમાં ૫૦ રૂ. નું પેટ્રોલ ભરાવી, હૈયામાં વસંત નાંખીને એવા દૌડતા થઇ જાય કે, કોઈના હાથમાં નહિ આવે. ફેબ્રુઆરી બેસે એટલે હેતનો ઉભરો આપોઆપ આવવા માંડે. કોઈ અઘોર તપસ્વીના તપ ફળ્યા હોય એમ પ્રેમધજા ફરકાવતા થઇ જાય..! સાલી