વ્યસનથી મુક્તિ, ચાર સ્ટેપ્સમાં

  • 2.4k
  • 3
  • 820

વ્યસનનું દૂષણ ઘણાં કાળથી સમાજમાં વ્યાપેલું છે. ખાસ કરીને યુવા જીવનમાં વ્યસનનો પગપેસારો થાય છે, દેખાદેખીથી અને કુસંગના રવાડે ચડવાથી! જો વ્યસન ન કરે તો બધા મિત્રો છંછેડે કે “આટલું નથી કરતો? સાવ નમાલો છે!”, એટલે એનો અહંકાર ઉશ્કેરાય, અને પછી વ્યસનમાં ઝંપલાવે. અમુક સમાજમાં સિગરેટ પીવી, દારૂ પીવો એ સ્ટેટસ ગણાય છે, એને જાળવવા માટે લોકો વ્યસનના બંધાણી થતાં જાય છે. બીજાની નકલ કરીને જીવવું એ જીવન જ કેમ કહેવાય? સિગરેટ, દારૂ, ડ્રગ્સ, અફીણ, ગાંજો વગેરે વ્યસનોની લત એવી ભયંકર છે, જેની ભીંસમાં આવ્યા પછી નીકળવું મુશ્કેલ છે. પણ જો સાચી સમજણ મળે તો આ વ્યસનોથી મુક્ત થવું શક્ય