હાસ્ય મંજન - 3 - હાસ્ય કલાકારનો પ્રેમપત્ર

  • 2.6k
  • 1.3k

હાસ્ય કલાકારનો પ્રેમપત્ર..! વ્હાલી માંકડી ઉર્ફે મસ્તાની..!                                                       તારું નામ માંકડી હોવાનું તો જગ જાહેર છે. તને ‘મસ્તાની’ થી એટલે સંબોધી કે, આટલી સર્વાંગ  સુંદર દેખાતી હોવા છતાં, ફાંકડીને બદલે,  કોઈ તને માંકડીથી સંબોધે તો મને નહિ ગમે..? ટામેટાને સૂરણની ઓળખ આપતો હોય એવું લાગે..! શબ્દકોશ ઉથલાવ્યો ત્યારે ખબર પડી કે, માંકડું એટલે તો એક પ્રકારનો વાંદરો થાય..! ને માંકડીનો અર્થ..!  જા નથી કહેવું..! મારે શું કામ કહેવું જોઈએ કે, ‘વાંદરી’ થાય.( સોરી..કહેવાય ગયું..!) આવું કહેવાથી મારી સંસ્કારિતા લાજે..! આ તો જ્ઞાનની વાત..! બાકી એમાં તારો શું દોષ હોય શકે..?  આઝાદી પહેલાની ‘પ્રોડક્ટ’ છે ને..? આ પ્રોડક્ટનો આખોય ફાલ સંસ્કારી અને સદગૃહસ્થી હોવા છતાં,