"સારું, તો તું ના કર વાત મારી સાથે ... ઓકે..." રોહનના ઘરના ધાબે સાંજનાં વસંતના એ પવનોની વચ્ચે હિના એણે મૂકીને જતી રહી...રોહન આ તદ્દન નવી બનવા જયેલ સોસાયટીમાં સૌપ્રથમ આવ્યો હતો. એના મમ્મી અને પપ્પા બંને બાજુના શહેરમાં જ શિક્ષક હતા. આ સોસાયટીમાં એ લોકો જ પહેલા રહેવા આવેલા. રોહનને પઢાઈ સાથે આનુવંશિક રીતે જ બેઇમતહા મોહોબ્બત હતી. એની સાથે જ રોહન ખૂબ જ મિલનસાર હતો. તદ્દન નવા લોકો સાથે પણ એવી રીતે સંકળાઈ જતો કે કોલેજ થી આવતા ની સાથે સૌ તેના ઘરની પાછળ ના મેદાન જેવા ભાગે બેસવા જતા. હિના એના ઘર ની બાજુના ઘર ની જ