શીર્ષક : નો એક્ઝામ.. નો રિઝલ્ટ..©લેખક : કમલેશ જોષી એક શિક્ષક મિત્રે ‘પ્રશ્ન પત્ર’ની ક્વોલિટી વિશે કમેન્ટ કરી, "પેપર એવું હોવું જોઈએ કે વિદ્યાર્થીને ચાલીસ ટકા કે પાસીંગ માર્ક મેળવવામાં બહુ તકલીફ ન પડે અને એઇટી અપ માર્ક મેળવવા માટે મોઢે ફીણ વળી જવા જોઈએ." મારી સામે પરીક્ષા ખંડમાં પરીક્ષા આપી રહેલા દસમા, બારમા ધોરણના વિદ્યાર્થીઓનું એક દૃશ્ય ઉપસી આવ્યું. બેલ પડે એટલે સુપર વાઈઝર નંબર મુજબ આન્સર શીટ્સની વહેંચણી કરી દે એટલે વિદ્યાર્થીઓ હોંશે હોંશે એના પહેલા પાને પોતાનો સીટ નંબર, તારીખ, સમય, વિષય વગેરે વિગતો ભરવા માંડે. થોડી મિનિટો વીતે ત્યાં ફરી બેલ વાગે અને સુપરવાઈઝર વિદ્યાર્થીઓમાં પ્રશ્ન