પ્રેમ સમાધિ - પ્રકરણ-43

(25)
  • 3k
  • 3
  • 1.9k

પ્રેમ સમાધિ પ્રકરણ-43 વિજય ટંડેલ અને નારણ ટંડેલ આ યુવાનીનાં ઊંબરે પહોંચેલા કલરવની હિંમતભરી વાત સાંભળી રહેલાં. ધીમે ધીમે સીપ મારી વ્હીસ્કીની મજા લઇ રહેલાં. વિજય ટંડેલનાં મનમાં અંદરને અંદર એક વાત સ્ફૂરી રહેલી એણે નારણની સામે જોયું. વિજયનાં અર્થસભર હાવભાવ અને એની આંખોના ઇશારે નારણ જાણે સમજી ગયો હોય એમ એણે પણ વિજયનાં હાવભાવ અને નજરનાં ઇશારાને સંમતિ આપી દીધી હોય એમ હકારમાં ડોકું ધુણાવ્યું અને કલરવને પૂછ્યું તને ખબર છે આવકાર હોટલ કોની છે ?” કલરવે થોડાં સ્માઇલ સાથે કહ્યું ના સર પહેલાં તો નહોતી ખબર... હું તો અંદર બાઇકની ડીલીવરી કરવા ગયેલો પણ ત્યાંનો માહોલ કંઈક જુદોજ