અહો! અહો! જ્ઞાની પુરુષ - Part 2

  • 3.5k
  • 1
  • 1.5k

જ્ઞાની પુરુષની દશા અટપટી હોય. સામાન્ય મનુષ્યથી કળાય તેમ ન હોય. જ્ઞાની પુરુષને આશ્રમનો શ્રમ ના હોય, ધજા ના હોય, પંથ કે વાડો ના હોય, ભગવું કે સફેદ વસ્ત્ર ના હોય, સીધાસાદા વેશમાં ફરતા હોય, તે સામાન્ય જીવને શી રીતે ઓળખાણ પડે? છતાંય એમને ઓળખવા માટે ભૂલથાપ ના ખાઈ જવાય એટલા માટે શાસ્ત્રો કહે છે, કે જ્ઞાની પુરુષ તો તે જ કે જે નિશદિન આત્માના જ ઉપયોગમાં રહે, તેમની વાણી અનુભવમાં આવે તેવી હોય, તેમને અંતરંગ સ્પૃહા ના હોય, ગર્વ કે ગૌરવતા ના હોય, જગતમાં કોઈ ચીજના તે ભિખારી ના હોય! માનના, વિષયોના, લક્ષ્મીના કે