સ્ટેજ પરફોર્મન્સ

  • 1.8k
  • 578

વાર્તા:- સ્ટેજ પરફોર્મન્સલેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની જરાય સહેલું નથી સ્ટેજ પર ઉભા રહીને હજારોની મેદની સામે પોતાની કૃતિ રજૂ કરવી! જો પહેલી જ વાર સ્ટેજ પર ગયા હોઈએ તો એકાદ ક્ષણ માટે તો આત્મવિશ્વાસ ડગી જ જાય. કોઈક નાટક કરવાનું હોય કે ગીત ગાવાનું હોય કે પછી કોઈક ડાન્સ કરવાનો હોય અથવા શાસ્ત્રીય નૃત્ય કરવાનું હોય - પહેલું પગથિયું આત્મવિશ્વાસ છે. આવડત તો પહેલેથી જ હશે, તો જ સ્ટેજ સુધી પહોંચ્યાં! આવી જ એક ઘટના ઈશિકાનાં જીવનમાં બની. આજે એનું સ્ટેજ ડાન્સ પરફોર્મન્સ હતું. એણે કુલ છ પ્રકારનાં ભારતીય શાસ્ત્રીય નૃત્યોમાં મહારત હાંસલ કરી હતી, જેનું આજે પ્રદર્શન હતું,