ડાયરી - સીઝન ૨ - રમજો.. પણ ધ્યાનથી

  • 906
  • 206

શીર્ષક : રમજો.. પણ ધ્યાનથી©લેખક : કમલેશ જોષી એક દિવસ અમારો ટીખળી મિત્ર મેડિટેશનના થોડા સેશન્સ કરીને કોલેજે આવ્યો હતો. રીસેસમાં કેન્ટીનમાં અમે નાસ્તો કરતા હતા ત્યારે એ સહેજ જુદા મૂડમાં હતો. એની ફિલોસોફીભરી વાતો સાંભળી ગંભીર મિત્રે પૂછ્યું, "તો બાબાજી તમે એ કહો કે આ સંસાર શું છે? સમાજ શું છે?" અમે બધાં પણ એકબીજા સામે સહેજ આંખોના ઈશારા કરી ટીખળી સામે હાથ જોડી શ્રદ્ધાપૂર્વક જોવા માંડ્યા. એ સમજી તો ગયો પણ ધ્યાનની અસર તળે હોય કે કોઈ બીજા કારણે એણે બાબાજીની જેમ એક હાથ આશીર્વાદની મુદ્રામાં સહેજ ઊંચો કરતા કહ્યું, "વત્સ, આ સંસાર એક રમત છે." "કઈ રમત