મૈં અટલ હૂં

  • 3.6k
  • 1
  • 1.4k

મૈં અટલ હૂં-રાકેશ ઠક્કરપંકજ ત્રિપાઠી અભિનયમાં કમાલ કરીને એવોર્ડ જીતવામાં અવ્વલ રહે છે ત્યારે તેની વધુ એક ફિલ્મ ‘મૈં અટલ હૂં’ માં અભિનયથી પ્રભાવિત કરી ગયો છે. માત્ર એનો અભિનય ફિલ્મનો સૌથી મોટો અને એકમાત્ર પ્લસ પોઈન્ટ ગણાયો છે. નિર્દેશક રવિ જાધવે અટલ બિહારી વાજપેઇ જેવા મહાન વ્યક્તિના જીવન પર સંશોધન કરીને ફિલ્મ ‘મેં અટલ હૂં’ બનાવવાનો પ્રયત્ન સારો કર્યો છે પણ અપેક્ષા મુજબ અસરકારક બની શકી નથી. સમીક્ષકોએ શ્રેષ્ઠ બાયોપિક કેમ ના બની શકી એના કારણમાં કેટલીક વધુ પડતી લંબાઈ સહિતની ઘણી ખામીઓ જણાવી છે. વાર્તા સીધી સરળ અને માત્ર સારા પ્રસંગો સાથેની છે. ફિલ્મનો પહેલો ભાગ ધીમી ગતિએ