સપનાનાં વાવેતર - 37

(54)
  • 4.8k
  • 1
  • 3.2k

સપનાનાં વાવેતર પ્રકરણ 37નીતાબેને ધીરુભાઈ શેઠ સાથે એટલી બધી નિખાલસતાથી વાતચીત કરી કે જેની કલ્પના ધીરુભાઈને નહોતી. એ ઘણી બધી ચર્ચા કરવાના મૂડમાં હતા પરંતુ નીતાબેન કોઈપણ જાતની કન્ડીશન વગર અને કોઈપણ જાતના અંગત સ્વાર્થ વગર અનિકેતને આ કન્સ્ટ્રક્શન કંપની ચલાવવા માટે આપી રહ્યાં હતાં. " નીતાબેન તમારી વાત સાંભળ્યા પછી મારે કંઈ પણ બોલવા જેવું રહ્યું નથી. અનિકેતની શક્તિઓ ઉપર મને પૂરો વિશ્વાસ છે અને તમારી કંપની એ પોતાની કંપની માનીને ખૂબ સારી રીતે ચલાવશે તેમાં મને કોઈ શંકા નથી. આજે વાતચીત કરવા માટે પણ મેં એકાદશીનો દિવસ પસંદ કર્યો છે કારણ કે આ દિવસે હંમેશાં ઈશ્વરની વધુને વધુ