ડાયરી - સીઝન ૨ - આદિમાનવ અને આપણે

  • 1.6k
  • 608

શીર્ષક : આદિમાનવ અને આપણે ©લેખક : કમલેશ જોષી મિત્રો, તમને કોઈ આદિમાનવ કહે તો તમને કેવું લાગે? તમે ગુસ્સે થઈ એનું જડબું તોડી નાખો કે ખડખડાટ હસી પડો? કે પછી બે’ક ઊંડા શ્વાસ લઈ એના કથનની યોગ્યતા કે અયોગ્યતા વિશે ચિંતન કરો? જો ચિંતન કરવાની ભૂલ કરી ગયા તો વિચારતા-વિચારતા તમે એ પ્રશ્ન ઉપર આવશો કે ખરેખર આપણો ઉલ્લેખ સમજુ લોકો ‘આદિમાનવ’ તરીકે ક્યારેય કરશે ખરાં? અંદરથી તરત જ જવાબ આવશે કે ચોક્કસ, આજથી બસો, બારસો કે બાર હજાર વર્ષ પછી, એટલે કે ૨૦૨૪ ને બદલે જયારે ૩૦૨૪ કે ૫૦૨૪ કે ૧૦૦૨૪ ની સાલ ચાલતી હશે ત્યારે સાતમું ભણતું