પ્રેમ સમાધિ - પ્રકરણ-39

(23)
  • 2.7k
  • 2
  • 1.8k

પ્રેમ સમાધિ પ્રકરણ-39 વિજય ટંડેલનાં વિશાળ બંગલાનો ભવ્ય દરવાજો ખુલ્યો અને અંદર એક કાર આવી.. ચોંકીદારે દરવાજો ખોલી સલામ મારી... ગાડી પાર્ક થઇ એમાંથી નારણ ટંડેલ ઉતર્યો અને ચોકીદારની ખબર પૂછી.... અને ખૂલેલાં બંગલાનાં દરવાજામાં પ્રવેશ કર્યો. પેલી સ્ત્રીએ આવકાર આપ્યો... બોલી આવો નારણભાઇ તમારાં ભાઇ ઉપર છે તમારી રાહ જુએ છે એમનાં ખાસ પેલાં બામણનો છોકરો આજે થોડીવાર પહેલાં આવ્યો છે એમની સાથે બેઠાં છે.” નારણે પેલી સ્ત્રીની સામે પણ ના જોયું અને બોલ્યો ભલે એ બામણ અમારો ખાસ માણસ અને મિત્ર છે... પછી બામણ શબ્દ પેલી સ્ત્રીનાં મોઢે શોભ્યો ના હોય એમ ચહેરો બગાડી ત્યાંથી ઉપર આવવા