પ્રેમ સમાધિ - પ્રકરણ-38

(21)
  • 2.8k
  • 2
  • 1.9k

પ્રેમ સમાધિ પ્રકરણ-38 કાવ્યા અને કલરવને સ્પંદન, સહવાસ, સ્પર્શની અનુભૂતિ થયાં પછી કાવ્યાએ પ્રેમનો અર્થ સમજાવવા પ્રયત્ન કર્યો. કલરવે સ્વીકાર્યો પણ પછી બોલ્યો “કાવ્યા.... સાચું કહું ? હું તારી આ વાત સાથે સંમત છું પણ પ્રેતયોનીમાં મને હજી તારી સાથે મીઠો સહવાસ કરવાનું મન છે હજી હું એટલો વૈરાગી નથી થઇ શક્યો... પ્રેમ વૈરાગી થવું અઘરું છે. પ્રેમ એ પ્રેમ છે એજ ઇશ્વર છે એમાં વૈરાગ્ય ના આવે. વૈરાગ્ય દુનિયાથી હોય... મોહ, ઈર્ષા, લાલચ, ક્રોધ, ભૌતિક સુખોથી થાય પ્રેમથી ના થાય. પ્રેમ એક પવિત્ર શબ્દ, સંબંધ છે એજ ઓમકાર છે જે સતત નભો મંડળમાં ગૂંજ્યા કરે છે હું પ્રેમપૂજારી છું