રાજર્ષિ કુમારપાલ - 5

  • 2.9k
  • 1
  • 2.1k

૫ શ્રીધરને શું કહ્યું? કૃષ્ણદેવને મહારાજ કુમારપાલે હણી નાખ્યો ત્યારે ઉદયને મહારાજનું એ રૌદ્ર રૂપ નજરોનજર જોયું હતું. એ રૌદ્ર રૂપ હજી એ ભૂલ્યો ન હતો. એણે પંચોલીને કહ્યું તો ખરું કે રાજસભામાં આવજો, પણ એના મનમાં મોટામાં મોટી ગડમથલ ચાલી રહી હતી. જરાક જેટલો અગ્નિ પાટણની અત્યારની પરિસ્થિતિને સળગાવી દેવા માટે બસ હતો. પળેપળમાં અને વાક્યેવાક્યમાં ધ્યાન રાખવું પડે એવી નાજુક પરિસ્થિતિ અત્યારે પ્રવર્તતી હતી. રાજસભામાં કાંઈ પણ અણધાર્યું ઘર્ષણ ઊભું થઇ જાય – કોઈનાથી – તો બધી જ બાજી પોતાના હાથથી ચાલી જાય અને છેલ્લા ચાવડા રાજા સામંતસિંહનો જમાનો પાટણ ફરીને દેખે. એટલે રાજસભામાં આમાંથી જ કોઈ કાંઈ