આમ થાય હાર્ટફેઈલની તૈયારી...

  • 2.8k
  • 2
  • 888

આમ થાય હાર્ટફેઈલની તૈયારી...એક મોટી કાપડની મિલના માલિક હતા. એ શેઠની જોડે બેસી ને જમવાનો પ્રસંગ બન્યો હતો. હવે શેઠ ને ત્યાં તો બધી રસોઈ પૂરેપૂરી હોયને, થાળી, વાડકીઓ, ચમચી, પ્યાલા બધુ ચાંદીનું હતું. તે જમવાનું પીરસાવા લાગ્યું. તે પછી શેઠાણી સામા આવીને બેઠા. ત્યાં શેઠાણીને પુછ્યું કે, બધું આવી ગયું છે. તમે જાતે શું કરવા અંહી આવીને બેઠા. ત્યારે શેઠાણી શું બોલ્યા કે આ શેઠ પાંસરી રીતે જમતા નથી કોઈ દહાડો, તે એમને કહેવા આવી છું કે આજે તો જ્ઞાની પુરૂષની જોડે જમવાનો અમુલ્ય અવસર મળ્યો છે તો પાંસરી રીતે જમો. આ સાંભળીને શેઠ અકળાઈ ગયા. એમની આબરૂ ગઈ,