મેરી ક્રિસમસ

(20)
  • 3.1k
  • 1
  • 1.1k

મેરી ક્રિસમસ-રાકેશ ઠક્કર નિર્દેશક શ્રીરામ રાઘવને પાંચ વર્ષ પહેલાં આયુષ્માન ખુરાના-તબુ સાથે ‘અંધાધુન’ જેવી જબરદસ્ત સફળ ફિલ્મ આપી હતી. એના પાંચ વર્ષ બાદ ‘મેરી ક્રિસમસ’ લાવ્યા હોવાથી અપેક્ષા હતી જ. અને ફિલ્મ જોયા પછી એમ જરૂર થશે કે સસ્પેન્સ- થ્રીલર આને જ કહી શકાય. એક અલગ પ્રકારની ફિલ્મ હોવાથી ‘અંધાધુન’ જેવી નહીં લાગે પણ નિરાશ થવાશે નહીં. ‘જૉની ગદ્દાર’ અને ‘બદલાપુર’ માં પણ શ્રીરામ છાપ છોડી ગયા હતા. ‘મેરી ક્રિસમસ’ ની વિશેષતા એ છે કે આખી ફિલ્મ હત્યા પર છે પણ ક્યાંય હિંસા કે એક્શન નથી. ફિલ્મ એક અલગ અનુભવ આપી જાય છે. ફિલ્મને બહુ આરામથી બનાવવામાં આવી હોવાથી આરામથી